Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણેશ સિસોદ્રા ગામે બંધ મકાનમાં ચોરીનાં પ્રયત્નો કરવાની ફરિયાદ પોલીસ મથકે અપાઈ

  • November 14, 2024 

નવસારીનાં ગણેશ સિસોદ્રા ગામની જલારામ સોસાયટીનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરવાની પ્રયત્નો કરતા હોવાની લેખિત અરજી રૂરલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગણેશ સિસોદ્રામાં આવેલ જલારામ સોસાયટીનાં એક મકાનમાં બુધવારની વહેલી સવારે મકાન માલિક ભીખુભાઈ પટેલ હાલમાં વિદેશ રહે છે. તેમના મકાનમાં તસ્કરોએ પ્રવેશી કબાટ અને ડ્રોવર માંથી સામાન વેર વિખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે મયંકકુમાર પટેલે રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application