Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલના યુવક સાથે રૂપિયા ૧.૩૧ કરોડની છેતરપિંડી કરનાર દંપત્તિ સામે પોલીસ ફરિયાદ કરાઈ

  • January 31, 2025 

ગાંધીનગરના કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા યુવક સાથે અમદાવાદના દંપત્તિએ છેતરપિંડી કરી હતી વિદેશ મોકલવાનું કામ કરતા દંપત્તિએ યુવક પાસે ૧૬ લાખ જેવી માતબર રકમ લઈને યુવકને વિદેશ નહીં મોકલી છેતરપિંડી કરી હતી જેની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી દંપત્તિને મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યું હતું પોલીસે તપાસ કરતા આ દંપત્તિએ વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી રૃપિયા ૧ કરોડ ૩૧ લાખ ૪૦ હજાર પડાવ્યા હતા અને આ દંપત્તિ સામે કલોલ તથા અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાની હકીકત મળી હતી.


આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવકને વિદેશ જવું હતી તેણે જાહેરાતના આધારે વિદેશ મોકલવાનું અને વિઝાનું કામ કરતા જીગ્નેશ ભાઉશેઠ રાઠોડ અને તેની સાથે કામ કરતી તેની પત્ની જયા જીગ્નેશ રાઠોડનો સંપર્ક કર્યો તો આ બંને જણા ચાંદખેડામાં ઓફિસ ચલાવતા હતા અને ઓફિસમાં તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમીટ અપાવવાની વાત કરી હતી અને તે પેટે દંપત્તિએ આ યુવક પાસેથી ૧૬ લાખ  લીધા હતા અને કડીમાં રહેતા તેના મિત્રો પાસેથી પણ મોટી રકમ લેવામાં આવી હતી પણ યુવકના કાયદેસરના વિઝા થયા ન હતા અને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.


તેમજ કડીના મિત્રો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે યુવકે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે કલોલ શહેર પોલીસ મથકના પીએસઆઇ અને ગાંધીનગર એલસીબી પોલીસની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના જલગાવમાંથી દંપત્તિને ઝડપી લેવામાં આવ્યું હતું. દંપત્તિને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દંપત્તિ સામે કલોલ તેમજ અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયા હોવાની હકીકત સામે આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application