Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં કલેકટરએ પોલીસ સ્ટેશનોની આકસ્મિક મુલાકાત લીધી

  • February 13, 2023 

ભરૂચ જિલ્લાનાં કલેકટર ડૉ.તુષાર સુમેરાએ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. સામાન્ય રીતે એસ.પી. તેમના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનોની મુલાકાત લેતાં હોય છે પણ ભરૂચમાં એક નવતર અભિગમના ભાગરૂપે કલેકટર ડૉ.તુષાર સુમેરાએ પોલીસ સ્ટેશનોની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે શહેરના એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થળ મુલાકાત લીધી હતી.





તેમણે ખાસ કરીને પોલીસ સ્ટેશનના રેકર્ડની ચકાસણી કરી હતી. વધુમાં તેમણે કાર્યશૈલી વધુ અસરકારક બને તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતાં. આ મુલાકાતમાં તેમની સાથે મહેસૂલ વિભાગનાં કર્મચારીઓ પણ જોડાયા હતા. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેમને પોલીસ સ્ટેશનમાં કઇ રીતે કામગીરી કરવામાં આવે છે તેની માહિતિ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News