મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામનાં પુલ ફળીયામાંથી પસાર થતો દેગામાથી બાજીપુરા ગામ તરફ આવતા રોડ ઉપર વર્ષાબેન રાજુભાઈ ગામીત નાંઓના ઘર પાસે કાર અડફેટે આવતા પાંચ વર્ષનાં બાળકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ગામનાં પુલ ફળિયામાં રહેતા હિતેશભાઈ નટુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)નાંઓ તારીખ ૨૪/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનો પાંચ વર્ષનો નાનો છોકરો રોડની સાઈડમાં આવેલ ખુલ્લી જગ્યામાં કુદરતી હજાતે માટે બેસેલ હતો. તે સમયે અલ્ટો ફોર વ્હીલ કાર નંબર જીજે/૨૬/એઈ/૧૪૦૬નો ચાલક રાકેશભાઈ જયંતીભાઈ પટેલ (રહે.બાજીપુરા ગામ, ભક્તા ફળિયું, તા.વાલોડ,જિ.તાપી)નાંએ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમના પાંચ છોકરાને અડફેટમાં લીધો હતો જેથી બાળકને માથામાં તથા પેટના જમણી સાઈડનાં ભાગે અને જમણા પગના જાંઘનાં ભાગે ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે હિતેશભાઈ રાઠોડનાંએ તારીખ ૨૪/૧૦/૨૦૨૪નાં રોજ કાર ચાલક રાકેશ પટેલ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500