ઇસરોએ મંગળવારે અહીં ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ઇસ્ટ્રેક)થી ચંદ્રયાન-૩ અવકાશયાનના પાંચમા ભ્રમણકક્ષામાં (પૃથ્વી-બાઉન્ડ પેરીજી ફાયરિંગ) સફળતાપૂર્વક પ્રવેશ્યું હોવાની માહિતી જાહેર કરી હતી.ઈસરોએ જણાવ્યુ છે કે અવકાશયાન ૧૨૭૬૦૯ કિમી૨૩૬ કિમીની ભ્રમણકક્ષા હાંસલ કરે તેવી અપેક્ષા છે. અવલોકનો પછી ભ્રમણકક્ષાની પુષ્ટિ કરવામાં આવશે.
આગામી ફાયરિંગ, ટ્રાન્સલુનર ઇન્જેક્શન (ટીએલઆઇ) ૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ મધ્યરાત્રિના ૧૨થી ૧ વાગ્યાની (ભારતીય સમય) વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે.ઇસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ટીએલઆઇ પછી ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડશે અને પછી ૧ ઓગસ્ટે ચંદ્ર તરફ તેની મુસાફરી શરૂ કરશે.ઈસરોએ કહ્યું છે કે તે ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. ઇસરોએ ૧૪ જુલાઈના રોજ ચંદ્રયાન-૩ લોન્ચ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500