ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં દેવીનામાળ કેમ્પ સાઇટ જતા ગેટ પાસે સાત આઠ વ્યક્તિઓ દ્વારા એક યુવતી તથા પરિવારનાં સભ્યોને માર મારવામાં આવ્યો હતો તેમજ યુવતીની છેડતી કરાઈ હોવાના આક્ષેપ સાથે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર આરોપીની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વલસાડમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી તેમના કુંટુંબી ભાઈ તથા અન્ય સંબધી સાથે આહવાથી સ્કૂટી તથા કારમાં સવાર થઈ દેવીનામાળ કેમ્પ સાઇટ ફરવા જઈ રહ્યાં હતા.
તે સમયે દેવીનામાળ કેમ્પ સાઈટ તથા બાઈક પર સંજયભાઈ દેશમુખ, સુરજભાઈ બાગુલ (પીનુ), મનોજભાઈ બાગુલ, રાજેન્દ્રભાઈ પવાર, કરણ સાયબુ, રાહુલભાઈ વિજયભાઈ (બોબ) અને અન્ય ત્રણેક ઇસમો (તમામ રહે.આહવા)એ યુવતીના સંબંધીઓનાં વાહન સામે કાર ઉભી રાખી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે વેળાએ યુવતીના કુંટુંબી ભાઈએ કહ્યું કે, અમારી સામે કાર ઉભી રાખી ગાળો કેમ આપો છો તેમ કહેતા કાર તથા બાઈક પર સવાર વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવતીનાં કુંટુંબી ભાઈને ઢીકા-મુક્કીનો માર મારવા લાગ્યા પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા તેઓને માર માર્યો હતો અને યુવતીની લાજ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી હાથ ખેંચી છેડતી કરાઈ હોવાના આક્ષેપ સાથે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે ડાંગ એલસીબી તથા આહવા પોલીસે સંયુક્ત ટીમ બનાવી આહવામાં રહેતા સુરજભાઈ ઉર્ફે પીનુ રમેશભાઈ બાગુલ, કરણભાઈ સાયબૂભાઈ પવાર, રાહુલભાઈ ઉર્ફે બોબ વિજયભાઈ દળવી અને રાજેંદ્રભાઈ સાહેબરાવ પવારની અટક કરી આહવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500