મહારાષ્ટ્રનાં નાગપુર જિલ્લામાં બુધવારે મતદાન બાદ એક ઝોનલ અધિકારીની કાર પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. આ પથ્થરમારાના કારણે ઝોનલ અધિકારીની કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ મામલે નાગપુરના જોઈન્ટ સીપી નિસાર તંબોલીની પ્રતિક્રિયા સામે આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ એક ઝોનલ અધિકારી કોઈ કામ અર્થે મતદાન મથકની બહાર ગયા હતા. આ દરમિયાન તેમની કારમાં એક EVM મશીન હતું. કેટલાક લોકોને એવી ગેરસમજ થઈ ગઈ કે આ એ જ EVM છે જેનો ઉપયોગ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનમાં કરવામાં આવ્યો હતો.
જોકે તેમની કારમાં એક વધારાનું EVM હતું.તેમણે જણાવ્યું કે, કારમાં EVM મશીન જોઈને લોકોએ ઝોનલ અધિકારીનો પીછો કરવા લાગ્યા અને પછી મારામારી પર ઉતરી ગયા અને કાર રોકવા માટે તેમના પર પથ્થરમારો પણ કર્યો હતો. જેના કારણે કારને નુકસાન થયું હતું. નિસાર તંબોલીએ જણાવ્યું કે, આ ઘટનામાં કોણ-કોણ સામેલ હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. પથ્થરમારો કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા 18 નવેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. જેના કારણે અનિલ દેશમુખ ઘાયલ પણ થઈ ગયા હતા. તેના માથામાં ઈજા પહોંચવાના કારણે લોહી પણ વહેવા લાગ્યું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application