મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલ અક્કલકુવા શહેર વિસ્તારનાં બસ સ્ટેન્ડની સામે મોલગી રસ્તા પર આવેલી જવાહર નવોદ્ય શાળાની પાસે એક હોટલ નજીકમાં જાદુટોના કરીને સોના અને પૈસા વરસાવા માટે અક્કલકુવાના પાંચ ઈસમોએ સાગબારાનાં શખ્સ પાસેથી ૨૮ લાખ રૂપિયા ઉસેટી લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અક્કલકુવા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકામાં આવેલા ભોરઆમલી ગામમાં રહેતા મહેશ ભાઈ સિંગાભાઈ વસાવે (ઉ.વ.૪૩)ને ઉમર અમીન મક્રાણી, મજીત ઉર્ફ મુજાર મક્રાણી, જુનેદ અમિન મક્રાણી, કાશિમ મહમંદ મકાણી અને શોએબ એજાજ મક્રાણી (તમામ રહે.અક્કલકુવા જિ.નંદુરબાર)એ તારીખ ૨ જાન્યુઆરી ૨૦૨૧થી લઈ ૭ નવેમ્બર ૨૦૨૪ સુધીના સમય ગાળામાં જાદુટોનાથી સોના અને રૂપિયા વરસાવી આપવાની લાલચ આપી થોડા થોડા કરી રૂપિયા ૨૮, લાખ ૧૦૦૦ રૂપિયા ગુગલ-પે દ્વારા ઉસેટી લઈ છેતરપિંડીં કરી હતી. લાખો રૂપિયા ગુમાવનાર મહેશ વસાવાએ પાંચેય ઠગબાજો વિરૂદ્ધ અક્કલકુવાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500