નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકા પૂર્વપટ્ટીનાં ગણદેવા ગામે આમલી ફળિયામાં દીપડાનો પગરવ શરૂ થયો છે. જોકે ગુરુવારે સાંજે રહેણાંક મકાનના ઓટલા ઉપરથી કુતરાનો શિકાર કરી ખેંચી જતા ચકચાર મચી હતી. વનવિભાગે મરઘાનું મારણ મુકી દીપડાને પાંજરે પુરવાનો તખ્તો તૈયાર કર્યો છે ગણદેવી તાલુકાના માં અંબિકા, કાવેરી, વેંગણીયા, પનિહારી જેવી નદીઓ વહે છે.
અહીંનો બાગાયતી વિસ્તાર વન્ય જીવો માટે અભયારણ્ય સમાન છે. તેમજ ગણદેવા ગામે ૧૮૦ હેક્ટર જેટલો જંગલ વિસ્તાર પણ આવેલો છે. જેમાં વસવાટ કરતા દીપડા ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવતા હોય છે. દરમિયાન ગણદેવા ગામે હવાડીયા ફળિયા નજીક આમલી ફળિયામાં ગુરૂવારે સાંજે દીપડો ત્રાટક્યો હતો અને કોળિયો કરી ગયો હતો. તે સમયે એક મહિલા પોતાના ઘરની બારીમાંથી દીપડાને જોયો હતો અને જતા ફળિયાવાસીને જાણ કરી હતી. તે સાથે હરકતમાં આવેલા વનવિભાગે ગણદેવા ગામના આમલી ફળીયામાં પાંજરું ગોઠવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application