ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં નાનાસાંજા ગામે અનુપમ નગર-૨ સોસાયટીનાં બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂ.૫.૭૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ મામલે પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ભરૂચ એલ.સી.બી.નાં માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ત્યારે એલ.સી.બી.ની એક ટીમ ઝઘડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકકીત મળેલ કે, ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામે રહેતો અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાએ ગામમાં આવેલા અનુપમનગર-૦૨માં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે. તે માહિતીના આધારે નાના સાંજા ગામે અનુપમનગર-૨ આવેલ મકાનમાં પ્રોહી અંગે સફળ રેડ કરી ઘરમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી કંપની શીલબંધ બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ ૩૩૩૮ કિંમત રૂ.૫,૭૪,૮૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપી અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500