વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ચાલક સહિત 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટના ઢાળ પર બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસને પલટાવી દીધી હતી. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક તેઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો, રાહદારીઓ, કપરાડા પોલીસની ટીમ અને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમની મદદથી તમામ ઈજાગ્રસ્તોને કપરાડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી તેમને ધરમપુર સ્ટેટ અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application