રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસને ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીથી દર્શન કરી પરત ફરતાં ત્રિશુળિયા ઘાટ પર લક્ઝરી બસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત 25થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે મા અંબાના દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્સરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે 4થી વધુ શ્રદ્ધાળુઓના મોત અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર સાત લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. બસ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી લક્સરી બસ પ્રોટેક્શન વોલને ટકરાઇ હતી. જોકે જેના લીધે સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્સરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application