Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

breaking news:તાપી જિલ્લામાં ડીજીવીસીએલ કચેરીનો આસિસ્ટન્ટ લાઈનમેન ૫ હજારની લાંચ લેતા ઝડપાયો

  • July 02, 2021 

તાપી જિલ્લાના નિઝરમાં ડીજીવીસીએલ કચેરીનો આસિસ્ટન્ટ લાઈનમેન કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા ૫ હજારની લાંચ લેતા નિઝરના જુના બસ સ્ટેન્ડ પાસેથી એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયો છે. જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

 

 

 

 

 

પેપરવર્ક કરવાના અવેજપેટે કોન્ટ્રાક્ટર પાસે રૂ.૫ હજારની લાંચની માંગણી કરી હતી. 

મળતી માહિતી અનુસાર એસીબીને ફરિયાદ કરનારને ડીજીવીસીએલ કંપનીમાં ટ્રાન્સફોર્મર રીપ્લેસમેન્ટ કોન્ટ્રાકટ મળેલ છે.જેમાં નિઝર તાલુકાની ડીજીવીસીએલ કચેરીમાં આસીસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતો મોહનભાઇ શંભાજી ગુલાલે, નાઓ તાલુકાના ડીજીવીસીએલમાં ઇલેકટ્રીક મટીરીયલ્સ ઇસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા હોવાથી તેમજ  મટીરીયલ ઇશ્યુ કરવા માટેનો ઓનલાઇન એમ.આર. અને સી.આર. નંબર વ્યારા ડીજીવીસીએલ માંથી ઇશ્યુ થાય છે જે માટે જરુરી પેપરવર્ક આરોપી મોહનભાઇ ગુલાલે એ કરવાનું હોય છે. જેમાં પેપરવર્ક કરવાના અવેજપેટે કોન્ટ્રાક્ટર પાસે રૂ.૫ હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ કોન્ટ્રકટર આપવા માંગતા ન હોય તા.૧લી જુલાઈ ના રોજ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જેમની ફરીયાદના આધારે શુક્રવારે લાંચના છટકાનુ આયોજન કરતા નિઝરના જુના બસ સ્ટેન્ડ પાસે બજારમાં જાહેર રોડ ઉપર રૂા.૫ હજારની લાંચ સ્વીકારતા આરોપી મોહનભાઇ ગુલાલે એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતો. હાલ એસીબીએ લાંચીયો મોહનભાઇ ગુલાલેને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

સુરત એકમ એસીબી વિભાગના મદદનીશ નિયામક,એન.પી.ગોહિલ સાહેબના સુપર વિઝનમાં સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા એસીબી પોલીસ મથકના પીઆઈ સુ.શ્રી એસ.એચ.ચૌધરી તથા એસીબી સ્ટાફના માણસોએ પ્રસંશનીય કામગીરી કરી હતી.

 

 

 

 

ડરો નહી લડો,ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવો

કોઈ સરકારી અધિકારી/કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નંબર : ૦૭૯-૨૨૮૬૬૭૭૨,ફેક્સ નંબર : ૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઈમેલ એડ્રેસ : [email protected]. વોટસઅપ નં.૯૦૯૯૯ ૧૧૯૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકો છો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application