વલસાડનાં ડુંગરી ખાતે આવેલી ફેર બોલપેન કંપની પાછળ આવેલી ખુલ્લી અને બંજર જમીનમાં ઘાંસ અને ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી. આ સમયે માટીમાં દટાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ મજૂરોએ તાત્કાલિક જમીન માલિક અને ડુંગરી પોલીસની ટીમને કરતા ડુંગરી પોલીસે લાશનો કબ્જો મેળવી લાશની ઓળખ કરવા અને તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વલસાડનાં ડુંગરી ખાતે ફેર બોલપેન કંપની પાસે આવેલી નયનાબેન નાનુભાઈ પટેલની જમીનમાં ઘાંસ ઊગી નીકળ્યું હતું.
જેથી જંગલી ઝાડ અને ઘાંસ દૂર કરવા કામદારો અને JCB વડે તેમની જમીનમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન તે જમીનમાંથી માટીના થર સાથે એક 30 વર્ષીય યુવકની ડિકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી હતી. શ્રમિક મજૂરોનું ધ્યાન જતા તાત્કાલિક જમીન માલિક નયનાબેન નાનુભાઈ પટેલ અને ડુંગરી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ડુંગરી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસે લાશનો કબ્જો મેળવ્યો હતો.
જોકે યુવકની લાશની ઓળખ અને તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી. ડુંગરી પોલીસે યુવકની લાશને સુરત ફોરેન્સિક લેબમાં લાશને મોકલાવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યો હતો. સાથે ડુંગરી અને અજુબાજુમાં રહેતા અગ્રણીઓને યુવકની લાશનો ફોટો મોકલાવી લાશની ઓળખ કરવાનો પ્રયાસ ડુંગરી પોલીસે હાથ ધર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500