ભરૂચનાં ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીકના રુંઢ ગામે નર્મદા નદીમાં તણાઈને આવેલ કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ જણાતા રાજપારડી પોલીસે મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગતરોજ તા.૨૭ મીના રોજ રુંઢ ગામના ઓવારા પાસે નર્મદામાં કોઈ અજાણ્યા ઇસમનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. અંદાજે ૩૦થી ૩૫ વર્ષની વયના જણાતા આ અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં આગળથી ખેંચાઈને તરતો આવ્યો હોવાનું જણાતા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ અજાણ્યા ઈસમનું કોઇ અગમ્ય કારણોસર પાણીમાં મોંઢુ અને બન્ને હાથ કોઈ જળચર પ્રાણીના ખાઇ જવાથી મૃતદેહ જર્જરિત હાલતમાં હોઇ તેની ઓળખ થઇ શકેલ નહી. ૩૦થી ૩૫ વર્ષની ઉંમરનો જણાતો આ ઇસમ કોણ અને ક્યાંનો છે. તે નર્મદા નદીમાં કોઈકારણોસર ડુબી ગયો હતો કે પછી કોઈએ તેની હત્યા કરીને નદીમાં નાંખી દીધો હશે. હાલતો આ અજાણ્યા ઇસમના નર્મદામાંથી મળેલ મૃતદેહ બાબતે રહસ્ય સર્જાયું છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ અજાણ્યા ઇસમના મૃતદેહ બાબતનું રહસ્ય ઉકેલાશે એમ હાલ તો જણાઈ રહ્યું છે. દરમિયાન પોલીસે મૃતકની ઓળખ કરવા આસપાસના ગામોમાંથી ગુમ થયેલા લોકોની પણ યાદી મંગાવી તેની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application