Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીના સુરખાઈ ગામે ભૂંડે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર હુમલો કર્યો

  • January 24, 2025 

નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ગામના હનુમાન ફળિયા વિસ્તારમાં મનહરભાઈ પ્રેમાભાઈ પટેલના શેરડીના ખેતરમાં મજૂરો માણસો નિંદામણનું કામ કરી રહ્યા હતા.


આ દરમિયાન તેમની સામે અચાનક ધસી આવેલ ભૂંડે ખેતરમાં કામ કરી રહેલી મહિલા નયનાબેન મોહનભાઈ પટેલ (ઉ.વ.આ-૪૫) પર હુમલો કર્યો હતો અને તેણીના પગમાં ઇજા કરતા તેમને લોહીલુહાણ હાલતમાં સરપંચ દ્વારા તેમના ખાનગી વાહનમાં તાત્કાલિક કુકેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે પગમાં ઘા વધુ ઊંડો હોવા સાથે લોહી સતત ચાલુ રહેતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરખાઈ ગામે અગાઉ પણ ભૂંડ દ્વારા હુમલાની ઘટના બની હતી. આજના બીજા બનાવને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application