સુરત જિલ્લાના માંગરોળના નંદાવ નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ પૈકી એકનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું. બેને ઇજા થઈ હતી. બનાવ અંગે ટેંકર ચાલક સામે ગુનો દાખલ થયો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અનિલભાઈ અમરતભાઈ વસાવા બાઇક લઈને નંદાવ ગામની સીમમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન પાછળથી આવી રહેલા ટેન્કરના ચાલક પુરઝડપે હંકારી અનિલભાઈની બાઈકને અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર રમેશભાઈ દેવજીભાઈ વસાવાનું ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું તેમજ અનિલભાઈ અમરતભાઈ વસાવા અને સાંધ્યાબેન અશોકભાઈ વસાવાને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ કોસંબા પોલીસે કસૂરવાર ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application