આણંદના સંદેશર-સિહોલ રોડ ઉપર કાર ચાલકે ટક્કર મારતા બાઈકમાં સવાર નાનાભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મોટાભાઈને ઈજા પહોંચતા કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વિદ્યાનગર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, પેટલાદના રંગાઈપુરા ગામે રહેતા ગીરીશભાઈ કાનજીભાઈ પરમાર અને તેમના નાના ભાઈ ધીરજભાઈ બુધવારે સવારે સંદેશર ખાતે ખોળ લેવા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારે ૧૧ વાગ્યે સંદેશરના પજીયો વિસ્તારમાં સિહોલ રોડ તરફના રેલવે બ્રિજ નજીક સામેથી પુરઝડપે આવેલી એક કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. પરિણામે બંને ભાઈઓ ઉછળીને રોડ પર પટકાતા, બાઈકમાં પાછળ બેઠેલા ધીરજનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સ્થાનિકોએ ઈજાગ્રસ્ત ગીરીશને ૧૦૮ વાન મારફતે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતાં વિદ્યાનગર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હર્ષદભાઈ અંબાલાલ પરમારની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application