ભાવનગરનાં જીએનએમનો અભ્યાસ કરતી ગઢડા પંથકની એક યુવતીને વાકિયાનો શખ્સ બહાનું કાઢી રાજકોટ લઈ ગયો હતો. ત્યાં તેણીને હવસનો શિકાર બનાવી શખ્સે યુવતી અને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવા ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઢડા પંથકની એક યુવતી સાથે સુરેશ ઉર્ફે સુનિલ મનસુખભાઈ મહિડા (રહે.વાકિયા, બાબાપુર, વણકરવાસ, તા.જિ.અમરેલી) નામના શખ્સે તેણીના ઘરે અવાર-નવાર જઈ પરીચય કેળવ્યા બાદ મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર વાતચીત કરી હતી.
તે દરમિયાન ગત તા.13-7નાં રોજ બપોરના સમયે શખ્સે યુવતીને ફોન કરી તેણીના માતા-પિતા રાજકોટ હોવાનું જુઠ્ઠાણું ફેલાવી બોટાદથી રાજકોટ લઈ ગયો હતો. ત્યાં ગેસ હાઉસમાં લઈ જઈ યુવતીની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક શરીર સબંધ બાધી આ વાત કોઈને કહીંશ તો તને અને તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ સુરેશ ઉર્ફે સુનિલ મહિડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500