ભાવનગરનાં રાજુલા તાલુકાનાં મોરંગી ગામે રહેતા વિજયભાઈ મકવાણાના બે પુત્ર ગુમ થઈ ગયા હતા. દરમિયાનમાં આ બંને બાળકોના મૃતદેહ ગામમાં આવેલા તળાવમાંથી તરતા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા બંને બાળકોને મોઢા અને સાથળના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા હતા. પોલીસે તુરત જ બંને બાળકોનાં મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પેનલ પીએમ બાદ જ ખ્યાલ આવશે કે બાળકોની હત્યા કરાય છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, રાજુલાના મોરંગી ગામે રહેતા વિજયભાઈ મકવાણાના પુત્ર કૃણાલ (ઉ.વ.6) અને મીત (ઉ.વ.10) ગુમ થઈ ગયા હતા. તે દરમિયાન પરિવારજનોએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને પોલીસને પણ જાણવા જોગ એન્ટ્રી કરાવી હતી. આખા ગામમાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ રાત્રિ સુધી બંને બાળકો મળી આવ્યા ન હતા. સવારના સમયે કામમાં આવેલા તળાવ માં બંને બાળકોના મૃતદેહ તરતા મળી આવતા એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી ચકાસણી કરતા બંને બાળકોના મોઢા અને સાથળના ભાગે ઈજાના નિશાન મળી આવતા પોલીસે બંને બાળકોના મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application