પાનોલી GIDCની ટેસ્લા કેમિકલ્સ કંપનીમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી પાઇપ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં કંપની બોઇલર સેડમાં મુકેલા એસ.એસ.316 બે ઇંચ અને 6 મીટરના 4 પાઇપની ચોરી કરી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા ટેસ્લા કેમીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી કંપનીમાં હાથફેરો કરી ગયા હતા.
જોકે તસ્કરોએ કંપની દ્વારા ઉત્તરાયણ પર્વને લઇ તા.16 જાન્યુઆરી સુધી કંપનીમાં રજા રાખી હતી. તે દરમિયાન કંપની ખાતે 2 સિક્યુરિટી ગાર્ડ તૈનાત હતા. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીનાં બોઇલર પ્લાન્ટમાં મુકવામાં આવેલા એસ.એસ.316 બે ઇંચ અને 6 મીટરના 4 પાઇપની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતાં. આ અંગે કંપનીના સંચાલક વિશાલ મનસુખ જસાણી કંપની ખાતે આવતા બોઈલર પ્લાન્ટમાં મુકેલી પાઇપો નજરે નહિ પડતા ગાર્ડને પૂછતાં તેમને આ અંગે કોઈ જ માહિતી નહિ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ CCTV ફૂટેજ ચેક કરતા અંદર રાત્રીનાં કંપનીનાં પાછળનાં ભાગેથી 2 ઈસમો કંપનીમાં પ્રવેશી બે પાઇપ ચોરી કરી લઇ ગયા હતા અને પાછું 3 જેટલા તસ્કરો વધુ 2 પાઇપની ચોરી કરી લઇ ગયા હતા. જે CCTV આધારે કંપનીમાં પાઇપની ચોરી થઇ હોવાનું સામે આવતા આ CCTV લઇ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વિશાલ જસાણીની ફરિયાદનાં આધારે રૂપિયા 49,000/- 4 પાઇપની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500