ભરૂચનાં આમોદ તાલુકાનાં તેલોદ-ઇખર ગામ જવાના માર્ગથી ગેરકાયદેસર રીતે પશુ ભરેલ આઈસર ટ્રક નંબર GJ/15/AT/5659 પસાર થવાનો છે જેવી બાતમીનાં આધારે આમોદ પોલીસે ઇખર ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળો આઈસર ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખીંચોખીંચ ભરેલ 17 ભેંસો મળી આવી હતી.
આમ, પોલીસે 2.55 લાખનાં પશુ અને 7 લાખની ટ્રક મળી કુલ 9.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે મહારાષ્ટ્રનાં પ્રભાકર કોલોની નવાપુર ખાતે રહેતો ઇમરાન ઐયુબ શેખ, ફિરોજ ઈસ્માઈલ મલેકને ઝડપી પાડ્યો હતો અને તમામ પશુઓને મુક્ત કરાવ્યા હતા પોલીસે ઝડપાયેલ બંને ઈસમોની પુછપરછ કરતા પાલેજના ઈરફાન અબ્બાસએ આંટી ગામથી મીન્હાજ યાકુબ દરવેશના કહેવાથી ભરી આપ્યા હોવાનું કબુલ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application