Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, એક બુટલેગર વોન્ટેડ

  • January 18, 2023 

પાલેજ પાસે આવેલી સમા હોટલ પાસે ઉભેલી એક કારને પોલીસે ચેક કરતાં તેમાં બેસેલાં બે શખ્સોને રાજસ્થાનથી મંગાવેલાં રૂપિયા 1.05 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં, જયારે એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, પાલેજ પોલીસ સ્ટાફનાં માણસોને બાતમી મળી હતી કે, સમા હોટલ પાસે ખુલ્લી જગ્યામાં ભરૂચ રહેતો યાસીન મેમણ તેના રાજસ્થાનથી તેના મિત્ર મારફતે દારૂ મંગાવ્યો છે.



જેના પગલે તેમણે ટીમ સાથે સ્થળ પર પહોંચતાં એક કાર ઉભેલી હોઇ તેમાં તપાસ કરતાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલો મોહમદ યાસીન દાઉદ મેમણ (રહે.ખુરશીદ પાર્ક, શેરપુરા) તેમજ તેમની બાજુની સીટ પર બેસેલાં શખ્સનું નામ તેજસિંહ નાથુસિંહ ટનકા (રહે. રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું.




તેમજ તેની કારમાં કુલ રૂપિયા 1.05 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક પુછપરછમાં તેજસિંહ પાસે રાજસ્થાનથી દારૂ મંગાવ્યાં બાદ મોહમદ યાસીન પાલેજનાં નવીનગરી ખાતે રહેતાં મનોજ સોમા ઠાકોરને આપવા જવાના હોવાનું કબુલ્યું હતું. અને કેટલોક દારૂનો જથ્થો ઝાડીઓમાં સંતાડ્યો હોવાનું તેમજ તે ભરૂચની આસપાસનાં ગામમાં દારૂ વેચવા આપતો હોવાની કબુલાત કરી હતી. આમ પોલીસ ટીમે તેમની પાસેથી કુલ રૂપિયા 1.91 લાખના મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application