ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં એક મહિલા નામે ભારતી જયંતીભાઈ વસાવા પોતાના ઘરે માણસો બોલાવી સટ્ટા બેટિંગના આંકડા લખી, લખાવી જુગાર રમાડતી હોવાની માહિતી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરી હતી. જેમાં બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જયેશ અંબાલાલ પટેલ અને જયેશ જગુ વસાવાને સટ્ટાના સાહીત્ય સાથે પકડી પાડ્યા હતાં. જોકે પોલીસને જોઈને ભાગી ગયેલા ભારતી જયંતીભાઈ વસાવા અને મેલકી દિલીપભાઈ વસાવા નામની બે મહિલાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી હતી. આમ, પોલીસે સ્થળ પરથી આરોપીની અંગજડતીમાંથી મળેલ રૂપિયા 3,050 અને 2 નંગ મોબાઈલ મળતી કુલ રૂપિયા 5,550/-નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500