Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : મકાનમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

  • January 25, 2023 

ભરૂચ LCBએ તાડફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરનાં તાડ ફળિયા વિસ્તારમાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાળેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી.



જોકે પોલીસે સ્થળ પરથી બિયરનાં 228 નંગ ટીન સહીત વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનાં જથ્થા સાથે બોરભાઠા રોસ પર આવેલ પુનિતનગર મીરા ગેરેજ સામે રહેતા બુટલેગર નરેશ રમણ વસાવા, તાડફળિયામાં રહેતા જુનેદ સરવર કુરેશીને ઝડપી આ પાડ્યા હતા. પોલીસે બુટલેગરો વિજયભાઇ દલપતભાઇ વસાવા અને હનીફ બાબુ જમાદારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application