Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમલાખાડી બ્રિજ નજીકનાં ટર્ન પાસે બે કાર સામસામે અથડાતા અકસ્માત

  • January 28, 2023 

અંકલેશ્વર-હાંસોટને જોડાતા દાંડી હેરિટેજ નેશનલ હાઇવે માર્ગ પર અકસ્માત ઝોન એવા કડકિયા કોલેજ આમલાખાડી બ્રિજ ટર્નીંગ પર શુક્રવારની વહેલી પરોઢે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વહેલી પરોઢે 5: 30 વાગ્યાનાં અરસામાં સુરત પાર્સિંગની કાર અંકલેશ્વરથી હાંસોટ તરફ જઈ રહી હતી. તે સમયે સામેથી વડોદરા પાર્સિંગની કારની હાંસોટથી અંકલેશ્વર તરફ આવી રહી હતી તે દરમિયાન આમલાખાડી બ્રિજ નજીકનાં ટર્ન પર બંને કાર ધડાકાભેર સામસામે ભટકાઈ હતી અને કારનો ખુરદો બોલવાની સાથે એક કાર રોડ સાઈડમાં નીચે ખાબકી હતી. તો બીજી કાર રોડ સાઈડ પર લટકી પડી હતી. જોકે બંને કારમાં બેઠેલા 4થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application