ભરૂચના રોટરી ક્લબના પાછળથી બૂટલેગર હનીફ ઉર્ફે અન્નુના બે સાગરીતોને ભરૂચ એલસીબીએ પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ.ને બાતમી મળી હતી કે, ભરૂચના રોટરી ક્લબના પાછળ મારવાડી ટેકરા વિસ્તારમાં બે ઇસમો પાસે હથિયાર છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે એક્ટિવા મોપેડ બાઈક નંબર GJ/16/CP/6818 ઉપર બેઠેલ બે ઇસમોને પકડી ગાડીની ટેકીમાં તપાસ કરતાં તેમાંથી દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસે 1 નંગ પિસ્તોલ અને એક કારતૂસ તેમજ એક્ટિવા મોપેડ મળી કુલ રૂપિયા 87 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કસક વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોરભાઈ પરમાર અને મુનાફ અબ્દુલ રહેમાન સૈયદને ઝડપી પાડ્યા હતા જે બંનેની પૂછપરછ કરતાં આ હથિયાર કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દીવાનનું હોવા સાથે કુખ્યાત બુટલેગર બંને ઈસમોને તે હથિયાર સાચવવા માટે આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દીવાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application