અંકલેશ્વરનાં ખરોડ ગામનાં નેશનલ હાઈવે નંબર-48ની બાજુમાં જૈન વિહાર ધામની પાછળ આવેલા ઇન્ડસ કંપનીનાં મોબાઇલ ટાવરનાં સેલ્ટર રૂમ આવેલો છે. જેનો અજાણ્યા તસ્કરોએ દરવાજો અડાગળો કાપીને અંદર પ્રવેશ કરીને અંદર રહેલી એક્સાઇડ કંપનીના 24 સેલ તથા અમરરાજા કંપનીના 12 સેલ મળી કુલ 36 સેલ જે એક સેલની કિંમત રૂપિયા 4,000 લેખે કુલ 36 સેલની કીનામ્ત રૂપિયા 1,44,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જેથી બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરતા હાથ ધરી હતી.
તે દરમિયાન ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક્સાઇડ કંપનીની બેટરી બેંક સેલ નંગ 06 કિંમત રૂપિયા 24,000/-ની આરોપીઓએ જે જગ્યાએ સંતાડેલી છે. તે જગ્યાની માહિતી મળી હતી. પોલીસે તે સ્થળ પર તપાસ કરતાં ત્યાંથી ચોરી કરેલો બેટરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપી પ્રમોદકુમાર ભવાની, બ્રીજકુમાર પાંડે અને રાશીદખાન નઈમખાન ખાનને ઝડપી પાડયા હતાં. જ્યારે ઉત્તરપ્રદેશના સમીમ ચૌધરી અને અસ્લમ ચૌધરીને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500