અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાં એક મહિલા સટ્ટા બેટિંગનો જુગારી રમાડતી હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઇડ કરી બે ઈસમો સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. આમ, પોલીસે કુલ રૂપિયા 43,500/-નો મુદ્દામાલ ઝડપી પાડીને ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં શહેર ડિવિઝનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતા હંસા જયંતીભાઈ દવે કેટલાક માણસોને બોરભાઠા ગામમાં સટ્ટા બેટિંગ અને ફરક આંખનો જુગાર રમાડે છે અને તેના રૂપિયા અને ચીઠ્ઠી ગજાનંદ સોસાયટીમાં રહેતાં ગાયત્રી અર્જુન વસાવાને ત્યાં મોકલે છે.
જે સ્થળ ઉપર મકાનનાં વાડામાં કેટલાક ઈસમો ભેગા થયેલા છે. આ બાતમીનાં આધારે LCBની ટીમે બે પંચોને સાથે રાખી માહિતીવાળા સ્થળ ઉપર રેઇડ કરતા સટ્ટા બેટિંગ લખાવનારામાં દોડ ધામ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી જીતુ ઉર્ફે દાળભાત રાજુભાઇ વસાવા, ચિરાગ ફુલજી વેચાણભાઈ વસાવા અને ગાયત્રી અર્જુન વસાવાને ઝડપી પાડ્યા હતા. જ્યારે હંસા જયંતીભાઈ દવે અને રાધા વસાવા અને એક મોબાઈલ નંબરના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે પકડાયેલા ઈસમો પાસેથી રોકડા રૂપિયા, એક કેલ્ક્યુલેટર, 2 નંગ મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 43,500/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500