ભરૂચનાં આમોદ તાલુકામાં આવેલા તેલોદ ગામે રહેતાં ઘનશ્યામ ભટ્ટને લગ્ન પ્રસંગમાં વડોદરા તેમની બહેનના ત્યાં જવાનું હોઇ તેઓએ ગત તા.22મી ફેબ્રુઆરીએ સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા અને લોખંડની જાળીને તાળું મારી બહાર ગામ ગયાં હતાં. જ્યાંથી તેઓ તારીખ 25મીએ બપોરનાં સમયે પરત આવી જોતાં તેમના ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળી તેમજ લાડકાના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો.
તેમણે તુરંત ઘરમાં જઇ તપાસ કરતાં તસ્કરોએ તેમના ઘરમાં ઘુસી તમામ સામાન વેરવિખેર કરવા સાથે તિજોરીઓના લોક તોડી તેમાનો સામાન પણ બહાર ફેંકી અંદરથી રોડકા રૂપિયા 1.01 લાખ તેમજ સોના-ચાંદીના અન્ય દાગીના સહિત કુલ 3.25 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ઘટના અંગે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application