ભરૂચનાં વાગરાનાં વિછીયાદની યુવતિ ભરૂચ આવી હતી તે દરમિયાન શક્તિનાથ સર્કલ ઉતરી તેઓ ચાલતી ભારતી રો-હાઉસ ખાતે રહેતાં તેમના ફોઇને ત્યાં ચાલતાં જઇ રહ્યાં હતાં. તે સમયે ત્રિમુર્તી હોલની પાછળ નારાયણ સ્કૂલ પાસેથી પસાર થતાં સમયે બાઇક પર આવેલાં એક શખ્સે તેમના ગળામાંથી ચેઇન આંચકી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાગરા તાલુકાના વિછીયાદ ગામે રહેતાં દશરથ નટવર પરમારની પુત્રી રિયા ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી. કોલેજ સામે આવેલાં એક્સપર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન ખાતે અભ્યાસાર્થે ગઇ હતી.
જોકે ક્લાસ પુર્ણ થતાં તે બપોરના 2 વાગ્યાના અરસામાં રીક્ષામાં બેસી શક્તિનાથ સર્કલ પાસે ઉતર્યાં હતાં. જ્યાંથી તેઓ ચાલતાં ચાલતાં ભારતી રો-હાઉસ ખાતે રહેતાં તેમના ફોઇને ત્યાં જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં ત્રિમુર્તી હોલની પાછળ નારાયણ સ્કૂલ પસોથી પસાર થતાં સમયે તેઓ મોબાઇલમાં વ્યસ્ત હતાં. ત્યારે એક બાઇક ચાલકે તેમની સોનાની ચેઇન આંચકી ભાગવાની ફિરાકમાં હતો. જોકે તેણે તેનો કોલર પકડી લેવા છતાં તે છટકીન નાસી છુટ્યો હતો જેના પગલે રિયા પરમારે પિસ્તા કલરનું કાળી-પીળી ચોકડીવાળું શર્ટ અને રાખોડી રંગનું પેન્ટ પહેરેલા ચેઇન સ્નેચર વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application