Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવનાર ચાલક ઝડપાયો, બે ઈસમો વોન્ટેડ

  • January 23, 2023 

અંકલેશ્વર પાસેનાં નેશનલ હાઇવે પર આમલાખાડી પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં બનાવેલ ચોરખાના માંથી રૂપિયા 1.31 લાખનાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પીકઅપ ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગ હતા. તે દરમિયાન સુરત તરફથી દારૂનો જથ્થો ભરેલ એક પીકઅપ ગાડી ભરૂચ તરફ જઈ રહી હોવાની માહિતી મળતા પોલીસે નેશનલ હાઇવે નંબર-48 પર આમલાખાડી પાસે વોચ ગોઠવી હતી.



તે દરમિયાન બોલેરો પીકઅપ આવતા તેને રોકી તપાસ કરતા પાછળના ભાગે ઝીણવટ ભરી તપાસ કરતા ચોરખાનું મળી હતું, ચોરખાનામાં તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો આમ પોલીસે રાજસ્થાનનાં ચિત્તોડગઢ જિલ્લાનાં પીકઅપ ચાલક શંભુલાલ વેણી રામજી જાટની ધરપકડ કરી રૂપિયા 1.31 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને 5 લાખની બોલેરો પીકઅપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 6.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પીકઅપ ચાલક શંભુલાલની કડક પૂછપરછ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી ભરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું જોકે આ ગુનામાં પોલીસે સેલવાસના પીકઅપ માલિક અશોક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application