Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કારની ટક્કરે બેકાબુ બનેલ બાઈક ઝાડ સાથે અથડાતા એકનું મોત

  • February 14, 2023 

ભરૂચનાં કુકરવાડા ગામે નવી વસાહતમાં રહેતો પ્રદિપ મગન માછીનાં બોરભઠા ખાતે રહેતાં તેમના કૌટુંબિક મામાના પુત્રના લગ્નમાં જવાનું હોઇ તેમના મિત્રની બાઇક લઇ તેમના 16 વર્ષીય ભત્રીજા પ્રિત જિજ્ઞેન પેલ સાથે બોરભાઠા જતી વેળા તેમના ખેતર પાસે આવેલાં ટોરેનફાર્માના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતાં હતા. તે સમયે એક ઇકો કારનાં ચાલકે પુરઝડપે સામેથી ધસી આવતાં તેમણે બાઇક સાઇડમાં કરવા છતાં બાઇક સાથે ટક્કર મારતાં તેમની બાઇક બેકાબુ બની રોડની સાઇડમાં ચાલતાં જતાં તેમના જ ગામના જ યશ નામનાં છોકરા સાથે અથડાઇ રોડની બાજુમાં આવેલાં વૃક્ષમાં ભટકાતા તેના ભત્રીજા પ્રિતનું મોત નિપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application