અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે જુના દીવા ગામની સીમમાં ટાણીયા વાગમાં ખેતરમાં જુગાર રમતા સ્થળે રેઈડ કરતા સ્થળ પર દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે સ્થળ પરથી એક ઈસમને ઝડપી પાડી ચાર જુગારીઓને વૉન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફનાં માણસોને માહિતી મળી હતી કે, જુના દીવા ગામે રહેતો ગૌરવ ઉર્ફે ગવો રાજેશ પટેલ તથા મનોજ ઉર્ફે મુકેશ બાલુ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડે છે.
જેના આધારે પોલીસ જવાનોએ જુના દીવા ગામની સીમમાં ટાણીયા વગામાં રણછોડ ડાહ્યાભાઇ પટેલની બાજુમાં આવેલા મનુ ઠાકોરભાઇ બાજીવાલાના કપાસના વાવેતરવાળા ખેતરના શેઢે આવેલા લિમડાના ઝાડ નીચે કેટલાક ઇસમોને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ માણસો તેઓની પાછળ પકડવા માટે દોડતા એક ઇસમ નામે દાઉદ નુરભા ભટ્ટી ઝડપાઈ ગયો હતો.
જ્યારે બીજા માણસો ખેતરો તથા ઝાડીઓમાં ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પર પકડાયેલા ઈસમ પાસેથી રોકડા રૂપિયા 14,810/- તથા 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 20,310/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ચાર જુગારીઓ ગૌરવ ઉર્ફે ગવો રાજેશ પટેલ, મનોજ ઉર્ફે બાલુ પટેલ, અલ્પેશ મંગાભાઈ વસાવા અને સલીમ ઉર્ફે મામૂ મલેકને વોન્ટેડ જાહેર કરીને જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500