Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયાનાં ગુંડેચા ગામે પીકઅપ અને કાર વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત

  • February 14, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં ગુંડેચા ગામનાં બસ સ્ટેન્ડ નજીક પીકઅપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જયારે અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ઝઘડિયાનાં કન્ટોલ ગામના વચલા ફળિયામાં રહેતા ચિરાગ સુભાષ વસાવાના પિતા સુભાષ ચુનીલાલ વસાવા પોતાની બ્રીઝા કાર નંબર GJ/16/CN/6472 લઇ રાજપારડી ખાતે કામ અર્થે ગયા હતા જોકે તેઓ સાંજ સમયે પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.





તે દરમિયાન ઝઘડિયાનાં ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલ બોલેરો પીકઅપ ગાડી નંબર GJ/16/AV/259નાં ચાલકે પોતાની પીકઅપ ગાડી ધડાકાભેર કારમાં અથાડતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર સુભાષ વસાવા સહીત પીકઅપ ગાડી સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજપારડી ગામના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુભાષ વસાવાની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application