ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં વાઘપરા ગામની સીમમાં આવેલાં હાઇટેન્શનનાં વાયર સાથે એક યુવક અને યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં સ્થાનિકો ભેગા થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે સ્થળ પર આવી તપાસ કરતાં યુવતીની ઓળખ ઝઘડિયાનાં મોહન ફળિયામાં રહેતી રોશની રાજુ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. રોશની છેલ્લા ચાર દિવસથી ઘરેથી ચાલી ગઇ હતી જેથી અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં રોશનીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તેની સાથે રહેલો યુવાન સરકારી હરિપુરા ગામનો કનૈયા વસાવા હોવાનું બહાર આવ્યું હતું.
જયારે મૃતક કનૈયા વસાવા પરણિત છે અને પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળવાની બીકે બંને પ્રેમી પંખીડાઓએ મોતને વ્હાલુ કરી દીધું છે તેમજ વાઘપુરા ગામની સીમમાં બંને પ્રેમી પંખીડાઓએ કયારે આપઘાત કર્યો તેની વિગતો પીએમ રીપોર્ટ બાદ બહાર આવશે. જોકે યુવતી ચાર દિવસથી ગુમ હોવાથી તેમણે ચાર દિવસ પહેલાં જ આપઘાત કર્યો હોવાની શકયતા રહેલી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, રોશની અને કનૈયા વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ કનૈયા પરણિત હોવાથી સમાજ તેમને સ્વીકારશે નહિ તેવા ડરથી બંનેએ સાથે જીવનનો અંત આણવાનું નકકી કર્યું હતું. મૃતક કનૈયાની પત્ની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. નવ દંપતિનું સંતાન પૃથ્વી પર અવતરે તે પહેલાં જ તેણે પિતાનું છત્ર ગુમાવી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application