અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે ટ્રાવેલ્સની લકઝરીમાં મહારાષ્ટ્રથી અંકલેશ્વરમાં લવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોઓને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે તેમની પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂપિયા 2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે બાતમી મળી હતી કે, એક લીલા કલરની શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લકઝરીમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન વિદેશી દારૂ લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા હવા મહેલ ખાતે વોચ ગોઠવી હતી.
તે સમય દરમિયાન બાતમીવાળી શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસ આવતા તેમાંથી એક ઈસમ ઉતરીને પાછળના ભાગે ડીકીમાં રહેલા પોટલાં ઉતારી ત્યાં આવી પહોંચેલી રીક્ષામાંથી અન્ય ત્રણ ઈસમોએ ઉતરી લકઝરીમાંથી વિમલના ઠેલા રીક્ષામાં ઉતારીને મુક્યા હતાં. આ સમયે પોલીસે તેમને કોર્ડન કરીને તેમને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે થેલાઓમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ દારૂની બોટલ નંગ 45 જેની કિંમત રૂપિયા 25,200/-, 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 2,20,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે સ્થળ પરથી પપૈયારામ પંચાલ, તુષાર ગુજ્જર, રાહુલ ગુજ્જર અને આકાશ વસાવાને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500