Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાંથી રૂપિયા 11.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, ટેમ્પો ચાલક સહીત ચાર વોન્ટેડ

  • February 05, 2023 

ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ બશીર ખાન પઠાણે આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વરમાં મંગાવ્યો છે. પોલીસને મળેલ બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અંસાર માર્કેટ નજીક એક આઇસર ટેમ્પો ઉભેલો હોવાનું જાણ થતાં જ તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો.





જયારે પોલીસે સ્થળ પરથી ટેમ્પાની સાથે રહેલા બુટલેગરનાં સગીર પુત્રને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પા માંથી અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 11.62 લાખ તથા ટેમ્પો અને અન્ય વસ્તુઓ મળી કુલ 17.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પોલીસે સ્થળ પરથી એક સગીર ને ઝડપી પાડીને સુજાત ખાન, નાઝીમ પઠાણ, ખલીલ ખાન પઠાણ અને આઇસર ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application