ભરૂચનાં કંથારિયા ગામે રહેતાં સલમાન યુસુફ સાલેહ તેમજ મોહસીન દિલાવર ગાડા બંને બાઇક પર બેસી જંબુસર બાયપાસ તરફથી મનુબર ચોકડી તરફ જતાં સર્વિસ રોડ પરથી જઇ રહ્યાં હતાં. તે દરમિયાન એક હાઇડ્રા મશીનનાં ચાલકે પુરઝડપે હંકારી લાવી તેમની બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના પગલે બંને રોડ પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાઓને કારણે સલમાન સાલેહનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મોહસીન દિલાવર ગાડાને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જ્યા બાદ હાઇડ્રા ચાલક તેનું વાહન ત્યાં જ મુકીને ત્યાંથી નાસી છુટ્યો હતો. આમ, ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application