અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક એસ.ટી. બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક યુવતીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનીક પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર અને હાંસોટના માર્ગો ઉપર અનેક અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજરોજ સવારે એક યુવતી માટે કાળરૂપી રહ્યો હતો. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર આવેલી કડકિયા કોલેજ નજીકથી એક યુવતી પોતાનું મોપેડ ગાડી લઈને પસાર થઈ રહી હતી.
તે સમયે તેનો એસ.ટી.બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલી યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થળ ઉપર લોક ટોળા ઉમટી પડતા હળવા ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે યુવતીનાં મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે વધુ તપાસ હાથ ધરી હતી. જયારે અકસ્માત થયાના સમાચાર મળતા જ યુવતીનાં પરિવાર સ્થળ પર દોડી આવ્યા હતા અને આ દ્રશ્યો જોઈ પરિવાર પર તૂટી પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application