અંકલેશ્વરનાં આંબોલી ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં લોખંડનાં સળીયાની ચોરીમાં વધુ 4 આરોપી ઝડપાઈ જવા પામ્યા છે. જોકે ગત તા.18 મી ફેબ્રુઆરીનાં રોજ આંબોલી ગામ પાસે આવેલ એલ.એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરાય રહી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા 40 હજારની કિંમતના સળિયાની ચોરી થઇ હતી જે અંગે શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આમ, પોલીસે તપાસ શરૂ કરી હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા મોહમદ ફિરદોશને થ્રી વ્હીલર ટેમ્પો અને સળીયા સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી કુલ રૂપિયા 84 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોહમદ ફિરદોસની સઘન પૂછપરછ કરતા અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. જેમાંથી પોલીસે કમલેશ વસાવા, વાલ્મિક વસાવા, અરવિંદ વસાવા અને ફ્રાન્સિસ મકવાણાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500