Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેનમાં દારૂનું વહન કરનાર સાત ઈસમો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • January 11, 2023 

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર આવનાર જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ આવી રહ્યો છે જે બાતમીનાં આધારે રેલ્વે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જામનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતાં બાતમીવાળા ઈસમને અટકાવી તેની તપાસ કરતા તેના પાસેથી વિદેશી દારૂની 48 નંગ બોટલ કબ્જે કરી અંકલેશ્વરનાં આંબા વાડી અંબે માતાજીનાં મંદિર પાસે રહેતો બુટલેગર લખન હીરાસિંગ સરદારજીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે.




જે બાતમીનાં આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી તે દરમિયાન અંકલેશ્વર-પાનોલી વચ્ચે કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં બાતમીવાળા ઇસમની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેના પાસેથી વિદેશી દારૂની 18 નંગ બોટલ કબ્જે કરી રાજકોટની લક્ષ્મી સોસાયટીમાં રહેતો નઈમ રઝાક સમાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તો આવી જ રીતે રેલ્વે પોલીસે કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાંથી મળી કુલ 14 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે મહિલા સહીત સાત ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application