અંકલેશ્વરનાં ચૌટા નાકા પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો જયારે લોક દરબારમાં રજૂઆતો થઈ હોવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા પ્રજાજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર શહેરમાં ભારે વાહનોની અવર-જવરનાં કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાંથી ભારે વાહનોની અવર-જવરનાં ટ્રાફિકની સમસ્યાઓ સાથે કેટલાક અકસ્માતનાં બનાવો પણ બની રહ્યાં છે. જેમાં એક ટેન્કર ચાલક શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક બાઈક સવાર યુવકને અડફેટમાં લીધો હતો.
જોકે સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતનાં પગલે લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા જયારે કોઈ જાનહાની નહિ નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરમાં થોડા દિવસ અગાઉ જ જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો હતો. જેમાં શહેરીજનોએ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો બંધ કરવા રાજકીય નેતાઓ તેમજ પ્રજાજનો એ રજૂઆત કરી હતી. તેમ છતાંય શહેરમાં મોટા વાહનો પ્રવેશતા હોવાના કરાણે શહેરીજનોને ભારે તકલીફો વેઠવી પડતી હોય છે. જેથી પોલીસ વિભાગ દ્વારા આવા ભારે વાહન ચાલકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application