Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયાનાં ધોળાકુવાથી-મોરણ માર્ગ ઉપર બે બાઈક સામસામે ભટકાતા એક યુવાનનું મોત

  • February 23, 2023 

ભરૂચનાં ઝઘડિયા તાલુકાનાં ધોળાકુવાથી મોરણ ગામ વચ્ચે માર્ગ ઉપર બે બાઈક સામસામે ભટકાતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા કરુણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઝઘડિયાનાં સુલતાનપુરાનાં આહિર ફળિયામાં રહેતા સુરેશ સોમા આહીરનાં ભાઈ જયેશ સોમા આહીર પોતાની બાઈક નંબર GJ/16/CD/1375 લઇ ઝઘડિયાથી કંચનપરી ખાતે જવા નીકળ્યા હતા.





તે દરમિયાન ઝઘડિયાના ધોળાકુવાથી મોરણ ગામ વચ્ચે માર્ગ ઉપર સામેથી પુરઝડપે ધસી આવેલ બાઈક નંબર GJ/16/CF/0702નાં ચાલકે જયેશ આહીરની સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અવિધા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં જયેશ આહીરનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application