Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં GIDCમાં બાઈક અને ટેન્કર વચ્ચેનાં અકસ્માતમાં મહિલાનું મોત

  • January 23, 2023 

અંકલેશ્વર GIDCમાં આવેલ ગ્લેનમાર્ક કંપની પાછળનાં રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઇકની પાછળ બેઠેલા મહિલાને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, સવારે બાઈક પર ભાઈ પોતાની બહેન રાધિકા રમેશરાવ મૌર્યને બેસાડીને નોકરી પર જવા અંકલેશ્વર GIDCમાં આવેલી ગ્લેનમાર્ક કંપનીના પાછળના ભાગે આવેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.




તે સમયે બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઈક સવાર અને મહિલા રોડ પર પટકાયા હતાં. જેમાં મહિલા ટેન્કર સાઈડમાં પટકાતા ટેન્કરનું પાછળનું મહિલા ઉપર ફરી વળતા તેનું શરીરે ગંભીર ઇજાને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક સવાર ભાઈ ને ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર હેઠળ ખસેડયો હતો. અકસ્માતના પગલે GIDC પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલાનાં  મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application