ગેરકાયદે ઉંચા વ્યાજદરે નાંણા-ધીરધાર અને વ્યાજ ખોરોનાં ત્રાસથી આત્મહત્યાના બનાવ અટકાવવા ભરૂચ પોલીસ વિભાગે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે, તે અંતર્ગત ભરૂચ પોલીસે એક વ્યાજખોરી ધરપકડ કરી હતી. ભરૂચ શહેર ‘એ’ ડીવી.પો.સ્ટે. ખાતે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયાએ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વ્યાજ ખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ તથા જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સપેક્ટર એસઓજી, બી ડીવી.પો.સ્ટે., સી ડીવી.પો.સ્ટે. તથા ભરૂચ રૂરલ પો.સ્ટે. નાઓએ હાજરી આપી હતી. આ આધારે વ્યાજખોરો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઇ વ્યાજખોરોનાં ત્રાસથી ભોગ બનેલ હોય તેવા લોકો સામે આવી વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ સામે ન્યાયની બાંયધરી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું. પોલીસ સાથે બેઠક બાદ માલતીબેન રાજેશભાઇ ધોરાવાલા (ઉ.વ.45., રહે.ધોળીકુઇ બજાર, બરાનપુરા ખત્રીવાડ, ભરૂચ)નાઓએ આરોપી પ્રફુલભાઇ ઉર્ફે ગણેશ ફરસુભાઇ મુસાવાલા (રહે.મ.નં.એ/522 બરહાનપુરા ખત્રીવાડ, ધોળીકુઇ બજાર, ભરૂચ) વિરૂધ્ધમાં ફરીયાદ આપી હતી કે, તેઓએ 60 હજાર રૂપિયા વ્યાજે લીધા હોય જે રૂપિયાના માસીક 10 ટકા વ્યાજ ચુકવી જે પૈકી 42,000 ફરીયાદીએ આરોપીને ચુકવી દીધા હોવા છતાં બાકી નીકળતા નાંણા માટે બળજબરી પુર્વક માંગણી કરાઈ રહી હતી.
આ સાથે ફરિયાદી પૈસા નહીં આપે તો હાથ-પગ ભાંગી નાંખવાની તથા મારી નાંખવાની વિગેરે ધમકીઓ આપવામાં આવી હતી. પોતાની પાસે નાણા ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતા ઉંચુ વ્યાજ લેવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ આધારે ભરૂચ શહેર ‘એ’ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં-૦૬૧૩/૨૦૨૪ IPC કલમ ૩૮૪,૫૦૪, ૫૦૬(૨) તથા નાણા ધીરધાર અધિનીયન કલમ ૪૦, ૪૨(એ) (ડી)(ઇ) મુજબનો ગુનો દાખલ કરી પુરાવા આધારે અટકાયત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500