સ્ટેટ વિજિલન્સની ટીમે સારંગપુર વિસ્તારના એક ગોડાઉન પર છાપો મારી રૂપિયા 22.45 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વરની સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં છાપો માર્યો હતો. ગોડાઉનની અંદર ઉભેલી ટ્રકમાંથી દારૂની પેટીઓ ઉતારવામાં આવી રહી હતી. પોલીસે ગોડાઉનમાંથી દારૂની 18 હજાર કરતાં વધારે બોટલો કબજે કરી છે.
જેની કિમંત રૂપિયા 22.45 લાખ થવા જાય છે સ્થળ પરથી ટ્રક ચાલક સંપતલાલ મેવાડા, પ્રહલાદ કલાલ અને ઘનશ્યામ મેવાડાની ધરપકડ કરી હતી. આ તમામ રાજસ્થાનનાં રહેવાસી છે. આ ગોડાઉન કોનું છે અને કોણે ભાડે રાખ્યું હતું તેની વિગતો મેળવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંકલેશ્વરમાંથી દારૂનું ગોડાઉન પકડાયું હતું જેને અમદાવાદના બુટલેગરે ભાડે રાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application