ભરૂચનાં વાગરા તાલુકામાં આવેલાં કેસવાણ ગામે રહેતાં આધેડની તબીયત ખરાબ હોઇ રાત્રીના સમયે ચાંચવેલ ગામે દવા લેવા માટે ગયાં હતાં. જ્યાંથી પરત આવતાં સમયે રોડની સાઇડમાં ઉભેલાં ટ્રેલરમાં તેમની બાઇક ભટકાઇ જતાં ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાગરા તાલુકામનાં કેસવાણ ગામે વાડી વિસ્તારમાં રહેતાં નજીરસા બશીરસા દિવાનના 68 વર્ષના પિતા બશીરસા હૈદરસા દિવાનની તબિયત ખરાબ થતાં તેઓ સાંજે તેમની બાઇક લઇને નજીકમાં આવેલાં ચાંચવેલ ગામે દવા લેવા માટે ગયાં હતાં. જ્યાંથી તેઓ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પરત આવી રહ્યાં હતાં.
તે સમયે ચાંચવેલથી કેશવાણ જવાના રોડ પર રોશન નગર સામે એેક ટેમ્પો બગડેલી હાલતમાં રોડની સાઇડમાં ઉભો હોઇ તેમજ તેના ડ્રાઇવરે તેની આસપાસ કોઇ આડસ કે રિફ્લેટક્ટર નહીં મુકતાં તેમની બાઇક ધડાકાભેર તેમાં ભટકાઇ ગઇ હતી. જોકે અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેમના પરિવારજનો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સરકારી દવાખાનામાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application