અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં થોડાં દિવસો પહેલાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓના ગુનાઓમાં વધુ નોંધાયા હતા. જેના કારણે વીજ કંપનીને લાખો રૂપિયાની નુકશાનની વેઠવાનો વારો આવ્યો હતો. જેને લઈને જિલ્લા એસ.પી. આ કામના ગુનેગારો ઝડપી પાડવા આદેશ આપ્યા હતાં. જેના આધારે ભરૂચ LCBની અલગ-અલગ ટીમો બનાવી ટીમોને જિલ્લામાં થતી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના વિસ્તારોની વિઝીટ કરી હતી. જોકે જરૂરી નકશા બનાવી, CCTV ફુટેઝ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે LCB ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલી કે, ડીપી ચોરીનો શંકાસ્પદ આરોપી નરપતસિંહ ચારણ સુરત ખાતે રહે છે. જેથી પી.એસ.આઈ. તેઓની ટીમ સાથે સુરત પહોંચી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. તેણે વર્ષ 2022 જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા એપ્રિલ મહિનામાં આશરે 23 વાર અંક્લેશ્વરમાં આવીને ચોરીનો મુદ્દામાલ તેના સહ આરોપી પાસેથી લઇ જઇ સુરત ખાતે ભંગારના વેપારીને વેંચ્યો હોવાની કબૂલાત કરી હતી.
આમ, પોલીસે તેની પાસેથી કોપર કોયલમાંથી ગાળીને બનાવેલી કોપર પ્લેટ નંગ-3 આશરે 215 કિલો કિંમત રૂપિયા 1,50,500/- તથા 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,56,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે 11 વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી વીજ ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરનાર ઉત્તરપ્રદેશનો મુખ્ય આરોપી રામસુરત રતીપાલ યાદવ અને અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500