અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતી પરિણીત મહિલાએ કોઇક અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર, જીતાલી નજીક આવેલ ગાર્ડન સીટીમાં રહેતા ચેતનાબેન ધવલભાઈ પટેલે ગત તા.30 જાન્યુઆરીનાં રોજ પોતાના મકાનનાં બેડરૂમમાં કોઈક અગમ્ય કારણોસર સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચેતનાબેનનાં મૃતદેહને ઉતારી પી.એમ અર્થે પાલિકાની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ મૃતકના પતિ તેમજ પરિજનોની પૂછપરછ હાથ ધરી છે. મૃતકે કયાં કારણોસર મોતને વ્હાલું કર્યું તે જાણવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જયારે પરણિત મહિલાએ કયાં સંજોગોમાં આપઘાત કર્યો તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી મૃતકનાં આપઘાતની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આસપાસનાં રહીશો પણ ભેગા થઇ ગયાં હતાં. મૃતક પરણિતાનાં પતિ અને માતા-પિતા સહિતના લોકોની પૂછપરછ બાદ જ કોઇ કારણ બહાર આવે તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application